આપણે – (ડરમાંથી)

આપણી પોપલી જીવદયા ….

વિદેશોમા રમાતી ખુંખાર રમતો અને આપણી પોપલી જીવદયા પર નજર નાખતા, તેઓ જીવન જોખમમા મુકીને પ્રાણીઓ સાથે રમે છે. આપણી પ્રજાની કમનસીબી એ છે કે આપણે કુકડાની ગરદન કપાતા પણ જોઈ શકતા નથી. કસાઈની દુકાને લટકતા મ્રુત જાનવરોના અંગોને જોઇને કંપારી છુટે છે. ઉપદ્રવ અને રોગ ફેલાવતા વંદન, માંકડ કે મચ્છરને પણ ન મારવા એવી પોપલી જીવદયાના વિચારો આપણા મનમા ઘર કરી ગયા છે.

આવી પ્રજા પર શાસન કરવુ એ કોઈ પણ દેશ માટે સરળ કામ રહેશે. કીડી મકોડીથી ડરતા લોકોનુ ઘડતર કંઈ રીતે કરવુ? આમાથી સિકંદર કે નેપોલિયન કંઈ રીતે પેદા કરવા?આવા મહાન સેનાપતિ વગર મહાસત્તાનુ સ્વપ્ન અધુરુ જ રહેશે

જયારે બીજી તરફ આ જ ડર અંધશ્રધ્ધામા બદલાઈ ત્યારે…

યુરોપે યંત્રો શોધી ફેક્ટરીમા ફીટ કર્યા અને આપણે સિધ્ધિયંત્રો બનાવી ફોટામા ચોટાડ્યા. પશ્ચિમી દેશોએ ઉપગ્રહ અવકાશમા મોકલ્યા જ્યારે આપણે ગ્રહોના નંગ બનાવીને આંગળીઓમા પહેર્યા. જાપાન વિજાણુયંત્રોના વિકાસથી સમ્રુધ્ધ થયા અને આપણે વૈભવલક્ષ્મીના વ્રત કરીને ગરીબ જ રહ્યા. અમેરિકા વૈજ્ઞાનિક અભિગમથી મહાસત્તા બની ગયો અને આપણે કર્મકાંડ કરવામા રહ્યા.ઘણા દેશોએ પરિશ્રમથી સ્વર્ગ ધરતી પર લાવી દીધુ અને આપણે પુજાપાઠથી સ્વર્ગને પરલોકમા જ રાખ્યુ.

એડવર્ડ જેનરે શીતળાની રસી શોધીને નાબુદ કર્યો જ્યારે આપણે તેના મંદિર બનાવીને આખા જગત સામે મૂર્ખ ઠર્યા.  વિદેશોમા બ્લડચેકઅપ પછી સગાઈ થાય અને આપણે જન્મકુંડળીમા જ રહ્યા.અહીયા લસણ -ડુંગળી ખાવાથી પાપ લાગે પણ આખીનેઆખી બેંકો ખાઈ જવાથી પાપ નથી લાગતુ.

પણ આજનો શિક્ષિત વર્ગ આ બાબતોથી દૂર બધા સાથે કદમ મિલાવીને પ્રગતિ કરી રહ્યો છે જે જોઈને હૈયામા ટાઢક થાય છે.

                                                                      -આપનો સ્મિત મહેતા

Advertisements