Father’s day 

આજે આખી દુનિયા social media પર ફોટો મુકીને father’s day ની ઉજવણી કરી રહી છે. પણ એમાના મોટાભાગના fathers એ જોઈ શકવાના નથી કારણકે એ લોકો social media નોં ઉપયોગ નથી કરતા અથવા કરે છે તો તેઓ તમારા સારા ભવિષ્ય માટે એટલી મહેનત કરે છે કે એમને Online થવાનો સમય નથી. પણ આપણામા એક trend પડી ગયો છે કે બધા ફોટો મુકે એટલે હુ પણ મુકુ.
                                 હા આવુ કરીને તમે એમના પ્રત્યે પ્રેમ દર્શાવો એ સારી વાત છે પણ એની સાથે બે ઘડી વાત કરીને એમને રાજી કરજો. તમારી ભૂલોને એમની સામે કબૂલ કરી લેજો કારણકે એક દૂનિયાનો બાપ(ઈશ્રર ) અને એક તમારા પિતા બે જ જણ તમારી ભૂલોને હસતા મુખે વધાવી લેશે અને ફરીથી આંગળી પકડીને ચાલતા શીખવશે. આપણે એવુ કહીએ કે છોકરીઓનો પ્રથમ પ્રેમ અને છોકરાઓનો પ્રથમ હીરો એ પિતા હોય છે પણ સાહેબ કપટી દુનિયાના પ્રેમીઓ કે હીરો માટે આ પહેલા હીરો ને ભુલી ન જતા કારણકે આખરે એજ હાથ પકડશે.
                               સંતાનની ખુશી માટે પિતા કંઈપણ કરી છૂટે ભલે પછી એના માટે એના માથે ટાલ પડી જાય કે ભણતર માટે બેંકના હપ્તા, પણ એને ઠેંશ ત્યારે લાગે જ્યારે તેઓ સામેથી ફોન કરે અને આપણે થોડીવાર પણ વાત ન કરીએ! શુ તમે નિયમિત તમારા પિતા સાથે રોજ વાત કરો છો? મિત્રો સાથે રખડવા માટે કે પ્રેમિકા સાથે ડેટ પર જવાનો તમને અઢળક સમય છે પણ તમારા પ્રાણદાતા માટે નહી? શુ તમને ખબર છે કે આખો દેશ ચલાવનાર નરેન્દ્ર મોદી એમના માતાને દરરોજ ખબર અંતર પુછે છે જ્યારે તમે? આ વાત હુ એટલે કહી શકુ કેમકે હુ છાતી ઠોકીને કહુ છુ કે મારા પિતા સાથે વાત કર્યા વગર મારો દિવસ પૂર્ણ નથી થતો.
                                         સાહેબ જીવનમા બીજુ કંઈ કરો ન કરો પણ એટલુ જરુર કરજો કે તમારા પિતા તમારા પર ગર્વ લઈ શકે. એમના માટે તમારા સુખથી વધુ કંઈ નથી. આજકાલ આપણે બધા પ્રથમ નજરે પ્રેમની વાતો બહુ કરીએ પણ મારા મતે એ શુ છે તો બાળક જ્યારે ગર્ભમા હોય અને માતાપિતાને ખબર પણ નથી કે આવનાર સંતાન દિકરો છે કે દિકરી, કાળુ છે કે રુપાળુ, મંદબુધ્ધિ કે હોશિયાર, છતા આવનાર સંતાન માટેની જોવાતી રાહ અને અઢળક તૈયારીઓ સાથેની નિર્દોષ લાગણીઓ એ જ પહેલી નજરનો પ્રેમ છે.
                   તો ચાલો આજે પિતાને કહીએ કે આપણા જીવન એમને સમર્પિત છે અને દરેક દિવસ father’s day બનાવિએ

શુભકામનાઓ. 

                                                                – આપનો સ્મિત મહેતા

Advertisements