Sex education- આજની અળવિતરી સમસ્યા

આજે આ બાબત એ સમગ્ર દુનિયા માટે મુખ્ય ચર્ચાનો વિષય છે. પણ આની માત્ર ચર્ચાઓ જ થાય છે. અને એ કયા ગયા’તા તો કયે કયાય નહી એવી વાત થઈ. અત્યારે દૂનિયામા જે ચાલી રહ્યુ છે એની જાણ હોવા છતા આપણા છોકરા-છોકરી એનાથી અલગ છે એવુ માનીને અવગણના કરીએ છીએ. અને એમા કયાક આપણા સંતાન ફસાઈ ત્યારે આપણને ગુસ્સો, ઝઘડો, ફરીયાદ, માન, આબરૂ એ બધુ યાદ આવે છે.

હુ માનુ છુ કે સંતાનોની sex બાબતની સમસ્યાઓમા મા-બાપ પણ એટલા જ જવાબદાર છે. જો યોગ્ય સમય પર ચર્ચા કરીને યુવાવર્ગની લાગણીઓને સમજીને તેના સારા નરસા પરિણામો વિશે ખુલ્લા અવકાશથી વાત કરી હોય તો પરિસ્થિતિઓ પર બાપની બીકથી થતી ખંડણી કે શારિરીક શોષણથી બચી શકાય.   આ પરિસ્થતિમા તેઓ કહી શકવા જોઈએ કે જાવ જે કરવુ હોય એ કરી લો, મારો બાપ મારી સાથે છે.
લોકો આજની પેઢીને porn માટે કે પછી આંતરિક સંબંધો માટે દોષ આપે છે પણ એ પેલા તેઓએ વિચારી લેવુ જોઈએ કે આવુ થવાનુ કારણ એ ઉમર મુજબનુ સ્વાભાવિક આકર્ષણ છે. તેમના જમાનામા આ બધુ Available નહોતુ બાકી એ લોકો પણ આમાથી બાકાત ન રહે. એમને પુછજો જરા કે એમના જમાનામા આવેલી ફિલ્મ Boby તેઓ કેટલી વખત જોવા ગયેલા
આપણે વળી આ બધા માટે પશ્ચિમી સંસ્કૃતીને દોષ આપીએ છીએ પણ આપણા ઈતિહાસમા નજર તો નાખો એના કરતા ૧૦૦૦ ગણુ erotic સાહિત્ય તો સંસ્કૃતના કામસૂત્રમા છે. અને એક શોધ મુજબ kiss ની શોધ ભારતમા થઈ હતી. આ બધુ ક્યાકને ક્યાંક આપણા જી વારસામા હતુ. માટે સંતાન સાથે આ બાબતે ડર કે શરમને બદલે એવો વહેવાર બનાવો જેથી એ જીવનમા આ બાબતે તકલીફમા ન મુકાય. 

                      -આપનો સ્મિત મહેતા

Advertisements