Let’s change

આજનો સમય એટલે સ્ત્રીઓને શસક્ત બનાવા માટે અનેકવિધ યોજનાઓનો સમય. સમાજમા દિકરીનો જન્મથી લઈને પુરૂષ સમાન ચડિયાતા બનાવા સુધીની ચળવળ . જન્મ માટેનુ પ્રોત્સાહન,  શૈક્ષણિક સહાય, વિવિધ સંસ્થાઓમા સ્ત્રીઓને અનામત વગેરેનો સીધો ફાયદો તો જણાય રહ્યો છે પણ છતાંય આમા ક્યાંક ઓછપ દેખાય છે એ છે

“હુ એક છોકરી છુ યાર”
બધુ ત્યારબાદ જ સફળ થશે જ્યારે સ્ત્રીઓ પોતાના મનની આ માન્યતાઓ ખંખેરશે. અને જે સ્ત્રીઓ આને ખંખેરી નાખે છે એને જ હુ સશક્ત નારી કહુ છુ. બધી યોજનાઓથી ભૌતિક બદલાવ તો આવશે પણ મનથી સ્ત્રીઓ પાછળ રહેશે. કુટુંબમા કે સમાજમા ચાલતા રિવાજો કે ઘટનાઓમા પોતે જાણે છે કે ખોટુ થઈ રહ્યુ છે છતા મૌન રાખશે કારણ કે, “હુ એક સ્ત્રી છુ, મારાથી આમ ન કરાય” નુ વલણ.
આજ નબળી વાતને તમારી તાકાત બનાવો. જ્યા સુધી આ માન્યતાઓ મગજમા રહેશે ત્યા સુધી સ્ત્રીઓ પુરુષોના પગ નીચે કચડાશે કારણ કે તેઓ આગવી હાર સ્વિકાર કરી લે છે. પછી ભલે એ એક દિકરી, મા, પત્ની , બહેન કે પછી મિત્ર સ્વરુપે હોય. મારા મતે આ સશક્તિકરણનો કોઈ મતલબ જ નથી. સ્ત્રીઓતો જન્મજાત સશક્ત જ છે. ખાલી આ માન્યતાઓ મગજમાથી દૂર કરો એટલે કિનારો નજીક જ છે. જાવ જઈને કહીદો એ લોકોને કે શક્તિ માટે જેમની આરાધના કરો છો એના સશક્તિકરણ ન કરવાના હોય,  એમને તો આદરથી નાખવાની હોય.
છોકરીઓને શા માટે હંમેશા નાજુક નમણુ કે પરિ જ બનતુ રહેવાનુ? શુ તમારા મા કદમથી કદમ મીલાવાલાળા યોધ્ધાઓ જેવી તાકાત નથી? ( Why are girls always told that they have to be delicate,  fragile,  Princess?. It’s bullshit . Be a warrior,  a superpower and a fighter!)
આ નબળી વિચારધારા અને પોતાને કમજોર કહેવાનુ પોટલુ વાળીને સમુદ્રમા ફેકી આવો અને એવુ કરી બતાવો કે અમારા સશક્તિકરણના કાર્યક્રમ શરુ થાય 😂 ( વળી આમા પણ એમ ન કહેતા કે હુ તો એક છોકરી છુ………😉)

                                                                           -આપનો સ્મિત મહેતા 

Advertisements