Doctor’s day special 

“જ્યારે મુશ્કેલી મને પડે , ત્યારે તને યાદ કરુ….”

હુ માનુ છુ ત્યા સુધી આ ભજન ભગવાન માટે તો છે જ પણ એનાથી વધારે ઈશ્રર ના બીજા સ્વરૂપ એટલે કે ડોક્ટર માટે લાગુ પડે છે. કારણકે મુશ્કેલીઓ વખતે નાદુરસ્ત તબિયતના લીધે તમને ડોક્ટરની યાદ આવે છે પણ જરાક એમના જીવનમા ડોકીયુ કરીને તો જુઓ.  કેટલાય વર્ષોના ખુબ જ કઠીન અભ્યાસ પછી કોઈ વ્યકિત,  ધર્મ, તહેવાર,  પરિવાર બધાનો ત્યાગ કરીને માત્ર માનવકલ્યાણ માટે અથાગ મહેનત.
                                                     ઘણા લોકો, લેખો વગેરે વિવિધ Days માટે કેટલાય લેખ અને કવિતાઓ લખે છે પણ એમાના ડોક્ટર ડે ને કેટલા યાદ કરે છે? બિચારા ભલા ડોક્ટરોને તો આજે એમના માટેનો દિવસ ઉજવાય છે એ પણ ખબર નથી. એમાના કેટલાક ઓપરેશનમા જીવ બચાવવા તો કેટલાક નવા જીવને આવકારતા હશે. તમે ઈશ્રર ના બીજા સ્વરૂપે ડોક્ટરને માન આપો છો અને ભગવાનના કેટલા બધા ઉત્સવો મનાવો છો તો શુ તમે એક દિવસ આ જીવંત સર્વધર્મ સમાન ઈશ્રર માટે આ એક દિવસને સામાજિક તહેવાર સ્વરૂપે ન ઉજવી શકો?
                                              આજે દર્દીઓના સગા સંબંધીઓ ડોક્ટર પર હાથ ઉપાડવામા શૌર્ય સમજે છે અને આ બાબતની વાતો વાતો મા જ રહે છે. તમે મંદિરે દર્શન કરવા જાવ છો ત્યા ખૂબ આદરભાવ વ્યક્ત કરો છો. પણ ક્યારેક એવુ બન્યુ છે કે તમારા જીવન પર આવતી મુશ્કેલીઓ કે પછી કુદરતી હોનારત માટે તમે મંદિરની મૂર્તિઓ પર પ્રહાર કર્યા હોય? 
                                             જ્યારે આ બધી વાતો સાકાર થશે ત્યારબાદ જ ડોક્ટર ડે અને ‘ઈશ્રર નુ બીજુ સ્વરૂપ’ સાકાર થશે. અને ત્યારબાદ જ અમે ડોક્ટરો ઉજવણી કરશુ. પણ આ બધા વચ્ચે પણ અમે અમારી ફરજ ક્યારેય નહી ભુલીયે એનુ વચન છે.

      

                                 મારા સર્વે ડોક્ટર વડીલ  અને મિત્રોને સમર્પિત. 

    

                                                                                                       – આપનો સ્મિત મહેતા
                                         

Advertisements