જ્યોતિષીના નુસખા

                                                           આમ તો આપણને બધાને ભવિષ્ય જાણવાની બહુ ઊંડી ઘેલછા હોય છે. પણ એ બધા તમારી જન્મકુંડળી, હાથ કે બીજી કોઈ વસ્તુના આધારે તમારી આજ અને આવતીકાલ માટેની આગાહી કરશે. જ્યારે ચલો હુ તમને મો જોયા વગર આગાહી કરી આપુ .

        શુ તમને એવુ લાગે છે કે તમને તમાર capacity કરતા ઓછુ મળે છે? તમે અત્યારે જે જગ્યાએ કે જે પરિસ્થિતિમા છો એના કરતા સારુ હોવુ જોઈતુ હતુ?

         શુ તમને એ વાત સ્વિકાર કરો છો કે તમાર લાગણીઓને કોઈ પુરુ સમજતુ નથી અથવા તમારી લાગણીઓ ને જોઈતો ન્યાય નથી મળતો?
         અને હવે હુ એમ કહુ કે વિશ્ર્વાસ રાખો કે તમને જેના માટે ઝંખો છો એ આપને ૧ વર્ષ મા મળી જશે. 

          જોયુ કેટલુ સરળ છે તમારા મનમા ઊતરવુ, તમારા મનની વાતોને જાણીને તમને વિશ્વાસમા લેવાનુ. આવા તો ઘણા નુસખા છે. જે તમારી આજુબાજુના સંજોગના આધારે સરળતાથી જાણી શકાય.  અહીંયા મે વર્ણન કરેલી ખૂબ સામાન્ય વાતો વિચારો તો કોણ એવુ હશે જે એવુ નથી વિચારતુ કે એમના જીવન મા તેઓને ઘણુ વધારે જોઈએ છે અને ‘ મારી લાગણીઓ કોઈ સમજતુ નથી’ નુ રટણ તો હંમેશ રહે જ છે. 
                                 હાથ લંબાવો તો જાણશો કે દુનિયાના દુઃખોની કોઈ સીમા નથી. ખરેખર જેમના પાસે કોઈ ધંધો નથી એમના માટે આ શ્રેષ્ઠ કામ છે. ભારતીય ખગોળીય શાસ્ત્રની વાત અલગ છે પણ જેઓ પોતાના પરિવારનુ પોષણ માંડ કરી શકે તેઓ પાંચ પચાસ રુપિયામા તમારુ ભવિષ્ય નક્કી કરશે? અને એમા વિશ્ર્વાસ ધરાવતા લોકોના જીવનમા આગાહી સાચી પડે એના માટે પણ એક તર્ક છે. ( જાણવાની ઈચ્છા હોય તો personal માફ જણાવીશ) 
                               આ બાબત વિશેનો video મારી YouTube channel પર ટૂંક સમયમા આવી જશે અને વધુ જાણવા હોય તો પૂજ્ય ઓશોને વાંચી કે સાંભળી શકો.

                                                                   – આપનો સ્મિત મહેતા

Advertisements